એકતા અને સમરસતા નાટક


વિશ્વગ્રામ સંસ્થા દ્વારા પ્રાયોજિત એક વિચાર સંદેશ નાટક... ગાંધી વિચાર થીમ ઉપર આધારિત રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કરતું એક નાટક પ્રસ્તુત સંસ્થાના યુવા મિત્રો ની ટીમ દ્વારા આપણી શાળામાં યોજવામાં આવ્યું હતું જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો દર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા... આવેલા આયોજકો અને યુવા ટીમનું શાબ્દિક સ્વાગત માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી એમ બી જોશી સાહેબ દ્વારા તેમજ સન્માન શાળાના આચાર્યશ્રીએ શ્રીમદ ભગવદગીતા આપીને કર્યું હતું.. કાર્યક્રમ ની આભાર વિધિ શ્રી બી કે ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવી હતી..યુવા ટીમ દ્વારા પ્રસ્તુ થયેલું નાટક તેની સંવાદ અને અભિનય ક્ષમતા આબેહૂબ જોઈને શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ..અને કુલ 50 વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીજીની આત્મકથા વાંચવાનું નક્કી કર્યું હતું..

';