પ્રાથમિક શાળા વાલી મીટીંગ


[9:54 pm, 14/12/2025] Ashok: આજે તારીખ 14 12 2025 ના બપોરે 3.00 વાગ્યે પ્રાથમિક શાળાના બાલવાટિકા થી લઈ અને ધોરણ આઠ સુધીના ભણતા બાળકોના વાલીઓની મીટીંગ આજે પ્રોજેક્ટર હોલમાં રાખવામાં આવી હતી ...બહુ જ ઘણી સારી એવી સંખ્યામાં ઉમળકા ભેર પોતાના બાળકના શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ માટે વાલીઓએ ખૂબ જ ઉત્સવ બતાવ્યો તેમજ શાળા વિકાસ સંકુલ ની અંદર ચાલતા શૈક્ષણિક કાર્ય અને સહ અભ્યાસિક સાંસ્કૃતિક રમોત્સવ જનરલ નોલેજ તેમજ વિવિધ ઉત્સવ અને પ્રવૃત્તિઓથી વાલીઓ સંતુષ્ટ થયા... વાલીગણમાંથી પણ બે ત્રણ વાલી મિત્રોએ શાળા વિકાસ સંકુલ વિશે સંતોષ વ્યક્ત કર્યો અને બાળકના વાલી તરીકે વાલીની બાળકના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા છે એ બાબતનો સ્વીકાર કર્યો.... શાળાના વિકાસને ગૌરવ આપવા માટે પૂરતો પ્રયત્ન વાલીગણ પણ કરશે તેવી અભિલાષા પ્રગટ કરી.. આ ક્ષણે શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈના માનનીય પ્રમુખશ્રી તેમજ માનદ મંત્રીશ્રી તેમજ સહમંત્રી શ્રી તથા સમસ્ત કારોબારી સભ્યો તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે...

';