શેઠ શ્રી કે.આઈ મોરખિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


આજ રોજ શેઠ શ્રી કે.આઈ મોરખિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રજાપતિ ભાવેશભાઈ તથા મકવાણા જયચંદભાઈ સાહેબે કર્યું હતું આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ અખાણી તથા સોલંકી વિષ્ણુજી તથા પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનો ચૌધરી પુષ્પાબેન તથા કંસારા ભાવિની બેને સેવા આપી હતી આ કાર્યક્રમમાં વિજેતાઓને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે શેઠ કે..બી વકીલ વિદ્યાલયના આચાર્ય શ્રી વી કે પરમાર સાહેબ તથા રાધનપુર કેળવણી મંડળના એડમિનિસ્ટ્રેટર શ્રી બી ડી ઝાલા સાહેબ તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઈ રાવલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી આ ઉમદા કાર્યક્રમ બદલ રાધનપુર કેળવણી મંડળ ના પ્રમુખશ્રી અશોકભાઈ શાહ તથા ઉપ પ્રમુખશ્રી જયંતિભાઈ સોનેથાતથા માનદ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ શાહ તથા સહ માનદ મંત્રીશ્રી હેમંતભાઈ શાહ સાહેબે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી

';